ગુજરાત બજેટ 2023 જુઓ તમામ મુખ્યવાતો
ગુજરાત બજેટ 2023 : ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ કરી છે. આ સાથે આજે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨,૨૧,૬૦૫ કરોડની જોગવાઇ કરી છે. આવો જાણીએ બજેટ 2023-24ની તમામ મુખ્યવાતો.
ગુજરાતની જનતાને બજેટમાં શું મળ્યું?
જળસંપત્તિ વિભાગ
- જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઈ
- નર્મદાના પાણી કચ્છ વિસ્તારમાં વિતરણ માટે 1970 કરોડ
- સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોચાડવા 725 કરોડની જોગવાઈ
- કસરાથી દાંતિવાડા પાઈપલાઈન યોજના માટે 650 કરોડ
- ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રક્ચરમાં રૂપાંતર માટે 300 કરોડ
- ચેકડેમ, તળાવો ઉંડા કરવા 272 કરોડની જોગવાઈ
- પાનમ જળાશય ઉદ્વહન પાઈપલાઈનો માટે 195 કરોડ
- સાબરમતી નદી ઉપર સિરિઝ ઓફ બેરેજ બાંધવા 150 કરોડ
- ગિફ્ટ સિટી નજીક સાબરમતી રીવરફ્રંટ માટે 150 કરોડ
- તાપી-કરજણ લીંક પાઈપલાઈન માટે 130 કરોડ
- દક્ષિણ ગુજરતમાં નદીઓ ઉપર ચેકડેમ, બેરેજો બનાવવા 103 કરોડ
- મેશ્વો, ખારી, પુષ્પાવતી, રૂપેણ નદીઓ પર ચેકડેમ બાંધવા 55 કરોડ
- સરદાર સરોવર યોજના માટે 5950 કરોડની જોગવાઈ
- કચ્છ શાખા નહેરના બાકી કામો માટે 1082 કરોડની જોગવાઈ
RTEમાં અભ્યાસ કરતા બાળકોને લઈ મહત્વના સમાચાર
- ધોરણ 8 બાદ પણ RTEમાં અભ્યાસ કરતા બાળકને મળશે મફત શિક્ષણ
- RTEમાં અભ્યાસ કરતા હોશિયાર બાળકને ધોરણ 8 બાદ પણ મળશે મફત શિક્ષણ
- RTE અતર્ગત ભણતા હોશિયાર વિદ્યાર્થીઓનો ધોરણ 12 સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે
- અત્યાર સુધી માત્ર ધોરણ 1થી 8 સુધી જ બાળકોને મળતુ હતુ મફત શિક્ષણ
- ધોરણ 8 બાદ RTEના હોશિયાર વિદ્યાર્થીઓનો ભણવાનો ખર્ચ સરકાર ઉઠાવશે
- ધોરણ 9થી 12 સુધી મફત શિક્ષણ માટે 50 કરોડ વધારાના બજેટની કરાઈ છે ફાળવણી
ગુજરાત બજેટ 2023
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ
- ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડની જોગવાઈ
- ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી માટે 217 કરોડની જોગવાઈ
- નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા 192 કરોડ
- સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા 24 કરોડની જોગવાઈ
- 50 ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ
- આરટીઓમાં સરળીકરણ માટે એમ-ગવર્નન્સ શરૂ કરાશે