વિદ્યાસહાયક ભરતી 2024: TET પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે ખુશ ખબર, 13800 જગ્યા માટે આવી બમ્પર ભરતી
વિદ્યાસહાયક ભરતી 2024: Vidyasahayak Bharti 2024: http://vsb.dpegujarat.in/: TET ની પરીક્ષા આપી અને પાસ થનાર તમામ ઉમેદવારો માટે ખુશખબર આવી ગઈ છે. પ્રાથમી અને માધ્યમિક ના મંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજયમાં 13800 જેટલી ખાલી જગ્યા પર વિદ્યાસહાયકની મોટી ભરતી કરવામાં આવશે. જે 1 નવેમ્બર 2024 ના રોજ દિવાળીના દિવસે ભેટ આપવામાં આવશે. અને આ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.
વિદ્યાસહાયક ભરતી 2024
ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માં નવા શિક્ષકોની ભરતી એટ્લે કે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે છે. તેમજ વિદ્યાસહાયકને પ્રથમ 5 વર્ષ ફિક્સ રૂપિયા 26000 પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવા માટે TET1 અથવા TET 2 પાસ અકરેલી હોવી જરૂરી છે. 2024માં પરીક્ષા પાસ કરીને બેઠેલા ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેઠા છે.
આ પણ વાંચો :-
અધ્યયન નિષ્પત્તિ
vsb.dpegujarat.in/
TET પરીક્ષા પાસ કરીને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ખુ સારા સમાચાર છે. શિક્ષણ વિભાગે શાળાઓમાં 13800 જેટલી જગ્યા પર વિદ્યાસહાયકની જગ્યા મંજૂરી આપી દીધી છે. આ 13800 જગ્યા પર મંજૂરી મળતા હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા હવે આગળની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
Vidyasahayak Bharti 2024 Apply ઓનલાઈન
- સૌપ્રથમ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા ન્યૂઝ પેપરમાં વિદ્યાસહાયક ભરતી માટેની જાહેરાત આપવામાં આવે છે.
- ત્યારબાદ આપવામાં આવેલી તારીખોમાં વિદ્યાસહાયક ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ http://vsb.dpegujarat.in/Home પર ઓનલાઈન ઓર્મ ભરવાનું હોય છે.
- આ ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી આધારપુરાવાઓની ઝેરોક્ષ સાથે તમારા જિલ્લાના રીસિવિંગ સેન્ટર પર જમા કરાવવાની હોય છે.
- ત્યારબાદ વિદ્યાસહાયક ભરતી કાર્યાલય ગાંધીનગર દ્વારા પ્રોવિઝનલ મેરીટ બાહર પાડવામાં આવે છે.
- આ પ્રોવિઝનલ મેરિટમાં કોઈ વાંધો હોય તો 3 દિવસ આપવામાં આવે છે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ યાદી ડિકલેર કરવામાં આવે છે.
- હવે મેરીટ મુજબ ગાંધીનગર ખાતે પસંદગી માટે બોલાવવામાં આવે છે.
- જિલ્લા પસંદગી બાદ નક્કી કરેલી તારીખે જિલ્લા કક્ષાએ મેરીટ આધારિત શાળા પસંદગી આપવાની હોય છે. અને ઓર્ડર આપવાના હોય છે.
અરજી ફોર્મ ક્યારે ભરાશે
Vidyasahayak Bharti 2024 અન્વયે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઈઝ જગ્યાઓની ફાળવણીની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, વિદ્યાસહાયક ભરતી કાર્યાલય ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવે છે અને ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવે છે.
જરૂરી લિંક્સ
ઓફિસિયલ વેબસાઇટ:- અહી ક્લિક કરો